Posts

મારા મતે -- કોઈનો પ્રેમ પ્રાપ્ત થાય તેના કરતા કોઈ આપણામાં વિશ્વાસ મુકે તે વધારે મહાન પ્રાપ્તિ છે.
જો દરેક વ્યક્તિ તમારાથી ખુશ હોય તો..... તમે તમારા જીવનમા જરૂર અનેક સમજૂતીઓ કરી હશે. કારણકે બધાને તો ભગવાન પણ ખુશ નથી કરી શકતા
દરેક માણસને પોતાના સ્વપ્નની દુનિયામાં જીવવાનો અધિકાર છે. પરંતુ આખરે તો તેણે રીયાલીટી સ્વીકારવીજ પડે છે ને???? તો પછી કેમ તે પોતાના સ્વપન ની દુનિયાને બનાવી પોતાની અપેક્ષાઓ વધારીને જે છે તે સ્વીકારવાનો પ્રયત્ન કેમ નથી કરતો અને આખરે તો પછી દુખી જ થવાનું છે ને????
મિત્રો તમે શું કહેશો??? એક છોકરો અને એક છોકરી બંને એકબીજાના સારા મિત્રો હોય, બંને ને એકબીજા સાથે સમય પસાર કરવો ગમતો હોય. બંને ને એકબીજાનો સ્વભાવ ગમતો હોય. તો શુ એમની વચ્ચે પ્રેમ ના હોય શકે???
 જો તમે તમારા પ્રિય પાત્રને હમેશા ખુશ રાખવા માંગતા હોવ તો એક વાતનું ધ્યાન રાખો કે તેની અપેક્ષાઓ મુજબનું વર્તન તમારે કરવું પડશે .............. માત્ર આઈ લવ યુ  કહી દેવાથી પ્રેમ નથી થઇ જતો. પરંતુ તેને વ્યક્ત પણ કરવો પડે છે. મારો મતલબ એવો નથી કે તમે તમારી પસંદ નાપસંદ ને તેમના માટે બદલો પરંતુ એકબીજાની પસંદ નાપસંદ ને સમજી તો શકાય જ ને????
આપણા ભૂતકાળના કર્મોના સારા કે ખરાબ ફળ આપણે ગમે કે ના ગમે તો પણ ભોગવવા તો પડે જ છે.
Image