Posts

Showing posts from June, 2014
મારા મતે -- કોઈનો પ્રેમ પ્રાપ્ત થાય તેના કરતા કોઈ આપણામાં વિશ્વાસ મુકે તે વધારે મહાન પ્રાપ્તિ છે.
જો દરેક વ્યક્તિ તમારાથી ખુશ હોય તો..... તમે તમારા જીવનમા જરૂર અનેક સમજૂતીઓ કરી હશે. કારણકે બધાને તો ભગવાન પણ ખુશ નથી કરી શકતા
દરેક માણસને પોતાના સ્વપ્નની દુનિયામાં જીવવાનો અધિકાર છે. પરંતુ આખરે તો તેણે રીયાલીટી સ્વીકારવીજ પડે છે ને???? તો પછી કેમ તે પોતાના સ્વપન ની દુનિયાને બનાવી પોતાની અપેક્ષાઓ વધારીને જે છે તે સ્વીકારવાનો પ્રયત્ન કેમ નથી કરતો અને આખરે તો પછી દુખી જ થવાનું છે ને????
મિત્રો તમે શું કહેશો??? એક છોકરો અને એક છોકરી બંને એકબીજાના સારા મિત્રો હોય, બંને ને એકબીજા સાથે સમય પસાર કરવો ગમતો હોય. બંને ને એકબીજાનો સ્વભાવ ગમતો હોય. તો શુ એમની વચ્ચે પ્રેમ ના હોય શકે???
 જો તમે તમારા પ્રિય પાત્રને હમેશા ખુશ રાખવા માંગતા હોવ તો એક વાતનું ધ્યાન રાખો કે તેની અપેક્ષાઓ મુજબનું વર્તન તમારે કરવું પડશે .............. માત્ર આઈ લવ યુ  કહી દેવાથી પ્રેમ નથી થઇ જતો. પરંતુ તેને વ્યક્ત પણ કરવો પડે છે. મારો મતલબ એવો નથી કે તમે તમારી પસંદ નાપસંદ ને તેમના માટે બદલો પરંતુ એકબીજાની પસંદ નાપસંદ ને સમજી તો શકાય જ ને????
આપણા ભૂતકાળના કર્મોના સારા કે ખરાબ ફળ આપણે ગમે કે ના ગમે તો પણ ભોગવવા તો પડે જ છે.
Image
તમારી લાખ માન્તાઓ અને શ્રદ્ધા કરતા પણ વધારે મહત્વનું છે તમારું નસીબ. કારણકે નસીબમાં જે છે તે તમારી માન્તાઓ અને શ્રદ્ધાથી ક્યારેય બદલી નથી જવાનું.
આ મેસેજ હું મારા એ દોસ્તોને અર્પણ કરું છું જેમને મારી જિંદગી યાદગાર બનાવી. થોડા જ વર્ષો પછી આપને બધા પોતાની અલગ જિંદગીમાં વસતા હોઈશું.ના કોઈ મિસકોલ, ના કોઈ એસએમએસ, ના ચેટીંગ.  હું ઈચ્છું છું કે કોઈક દિવસ આંખોમાં આંસુ અને હસતા ચહેરા સાથે આપણે એ બધું યાદ કરીશું.
મારા આ બ્લોગ વિશે શું કહેવું યોગ્ય છે તે મને નથી ખબર. કદાચ તમે એવું પણ સમજી શકો કે મને લખતા નથી આવડતુ કે મારી પાસે મારા અનુભવોને સારી રીતે વર્ણવવા માટે શબ્દો નથી. પરંતુ તેમ છતાં હું મારી જિંદગીમાં થયેલા અવનવા અનુભવોથી હું ઘણુબધું શીખ્યો છુ અને કદાચ હજુ પણ ઘણુબધું શીખવાનું બાકી હશે. આ બ્લોગના માધ્યમથી મેં મારા વિચારો રજુ કરવાનનો એક નાનો એવો પ્રયાસ કર્યો છે. કદાચ એ તમને નહિ પણ ગમે, બની શકે કે આપણા વિચારો અલગ હોય. પરંતુ આ બ્લોગના માધ્યમથી હું ઈચ્છું છું કે તમે પણ તમારા વિચારો વ્યક્ત કરો. જેનાથી ફરી પાછુ મને કઇક જાણવા મળી જાય. હું મારા કુટુંબીજનો, સગાવ્હાલાઓ, સહકર્મિઓં અને જીવનમાં મળેલા તમામ લોકોનો ખુબ જ આભારી છું જેમણે મારી જિંદગીના દરેક પલને યાદગાર બનાવી.
What I am experiencing at this moment is the result of choices and decisions made in the past; what I will experience in the future depends on choices and decisions I make now. Happiness is a daily decision.