Posts

આપણે જયારે દુખી થઈએ છીએ, ત્યારે આપણે પ્રેમ ઇચ્છીએ છીએ. પરંતુ જયારે બીજું કોઈ દુખી થાય છે ત્યારે, શું આપણે તેમને પ્રેમ આપીએ છીએ???
કોઈની સામે કારણ વગર હીરો બનવાનો પ્રયત્ન ન કરો. તમેં તમારા ગુણો દ્વારા પોતાનો પરિચય આપી જ શકો છો. પરંતુ તેની સામે ડોળ કરીને કે પોતાનો કક્કો ખરો કરવા જશો તો નુકશાન તમને જ છે.
તમારી જાતને સામેની વ્યક્તિના સ્થાને મુકીને જુઓ. જો તેનાથી તમને દુખ પહુચે તો સમજી લો કે બીજાને પણ તમારાથી દુખ પહુચતુ હશે.
જે કામ કરો છો તેને પસંદ કરવાના બદલે જે કામ પસંદ છે તેને કરશો તો કદાચ, જીવનમાં વધુ સફળ બની શકાશે.
જો તમારાથી કામ માં ભૂલ થતી હોય તો તમે મશીન નથી.
હું માનું છું કે આપણી આસપાસ જે કઈ પણ બને છે તેના માટે આપણે જ જવાબદાર હોઈએ છીએ.