મારા આ બ્લોગ વિશે શું કહેવું યોગ્ય છે તે મને નથી ખબર. કદાચ તમે એવું પણ સમજી શકો કે મને લખતા નથી આવડતુ કે મારી પાસે મારા અનુભવોને સારી રીતે વર્ણવવા માટે શબ્દો નથી. પરંતુ તેમ છતાં હું મારી જિંદગીમાં થયેલા અવનવા અનુભવોથી હું ઘણુબધું શીખ્યો છુ અને કદાચ હજુ પણ ઘણુબધું શીખવાનું બાકી હશે.

આ બ્લોગના માધ્યમથી મેં મારા વિચારો રજુ કરવાનનો એક નાનો એવો પ્રયાસ કર્યો છે. કદાચ એ તમને નહિ પણ ગમે, બની શકે કે આપણા વિચારો અલગ હોય. પરંતુ આ બ્લોગના માધ્યમથી હું ઈચ્છું છું કે તમે પણ તમારા વિચારો વ્યક્ત કરો. જેનાથી ફરી પાછુ મને કઇક જાણવા મળી જાય.

હું મારા કુટુંબીજનો, સગાવ્હાલાઓ, સહકર્મિઓં અને જીવનમાં મળેલા તમામ લોકોનો ખુબ જ આભારી છું જેમણે મારી જિંદગીના દરેક પલને યાદગાર બનાવી.

Comments